“ઈશ્વરનો ધર્મ અને તેના અવતારોનો મૂળભૂત ઉદેશ માનવજાતના હિતોનું રક્ષણ કરવાનો અને તેની એક્તામાં અભિવૃદ્ધિ કરવાનો તથા મનુષ્યો વચ્ચે પ્રેમ અને બંધુત્વની ભાવનામાં વધારો કરવાનો છે.”
— બહાઉલ્લાહ
આખા વિશ્વના શહેરો, નગરો અને ગામોમાં લાખો બહાઈઓ એવા સમુદાયોનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે આધ્યાત્મિક અને ભૌતિક રીતે સમૃદ્ધ હોય. એવા બધા લોકો જેઓ એક બહેતર વિશ્વ ઝંખે છે તેમની સાથે હાથ મિલાવીને, તેઓ ઉપાસના અને સેવા ઉપર કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા એક નૂતન માનવ-સંસ્કૃતિના પાયાની સ્થાપના કરવા માટે પરિશ્રમ કરી રહ્યા છે. બહાઈ ધર્મ, જે વિશ્વનો સૌથી નવીન ધર્મ છે તેના અનુયાયીઓ માટે, આ પ્રયત્નો એક એવા મહાવિશાળ વિશ્વવ્યાપી પરિક્રમનો ભાગ છે જેનું ધ્યેય છે માનવજાતિની આધ્યાત્મિક અને ભૌતિક એકતા.
ભારતમાં, બહાઈઓ દરેક પૃષ્ઠભૂમિમાંથી આવે છે – આંદામાનના જંગલોથી મુંબઈની ઊંચી ઈમારતોમાંથી, તામિળનાડુના દરિયા કિનારાઓથી સિક્કિમના પર્વતીય વિસ્તારોમાંથી. તેઓ સામુહિક પ્રાર્થના સભાઓ માટે, તેમ જ બાળકો, કિશોરો અને વયસ્કો માટે આયોજિત આધ્યાત્મિક શિક્ષણના વર્ગો માટે તેમના ઘર ખુલ્લા કરીને, વિભિન્ન પ્રકારની વ્યવસ્થામાં તેમના સમુદાયના નિવાસીઓ સાથે સહયોગ કરીને, એક એવા સામુદાયિક જીવનની ભાત ગૂંથી રહ્યા છે જેની લાક્ષણિકતાઓ છે એકતા, ન્યાય અને સર્વસામાન્ય હિત માટે નિષ્ઠા.
જેમ આ વિશાળ, પ્રાચીન અને વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્ર એકવીસમી સદીમાં ભવ્યતાપૂર્વક આગળ વધી રહ્યો છે ત્યારે, તેની સમક્ષ નવી ક્ષિતિજો ખૂલી રહી છે. આ ભવિષ્ય તેની સાથે જે તકો અને પડકારો લાવશે તેને ઝીલવા માટે આવશ્યક છે કે વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમુદાયો આધ્યાત્મિક પરિપક્વતા તથા બૌદ્ધિક ક્ષમતાઓના નવા સ્તરો પ્રાપ્ત કરે, કે જેથી તે આ જટિલ તેમ જ આંતરસંબધિત વિશ્વમાં સફળતા પ્રાપ્ત કરી શકે.
ભારતનો બહાઈ સમુદાય ક્ષમતા નિર્માણ અને શીખવાની એવી પ્રક્રિયાઓ પ્રત્યે કટિબધ્ધ છે જે મોટી સંખ્યામાં દેશના લોકોને ન્યાય અને એકતાના પાયા પર સ્થાપિત વિશ્વનું નિર્માણ કરવા માટે જરૂરી આધ્યાત્મિક અંતર્દ્રષ્ટિઓ તેમ જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સુસજ્જિત કરશે.
ધર્મનું નવનિર્માણ
આખા માનવ ઈતિહાસ દરમિયાન, દિવ્ય અવતારોની શ્રૃંખલા દ્વારા પરમેશ્વરે તેની જાતને માનવજાતિ સમક્ષ પ્રગટ કર્યા છે. બહાઉલ્લાહ આ અવતારોમાંના સૌથી નવીનતમ અવતાર છે, જેઓ આજના જગત માટે આધ્યાત્મિક અને સામાજિક શિક્ષણો લાવ્યા છે.
વધુ વાંચો...
સમુદાય નિર્માણ
ભારતભરમાં, સમસ્ત પાર્શ્વભૂમિકાઓ ધરાવતા લોકો અનેકવિધ પરિસ્થિતિઓમાં, એવા સમુદાયોનો પાયો નાંખી રહ્યા છે જે આધ્યાત્મિક તેમ જ ભૌતિક રીતે સમૃદ્ધ હોય. તેઓ એવી પ્રવૃતિઓ દ્વારા જનહિતની સેવા કરવાનો પરિશ્રમ કરી રહ્યા છે જે ઉપાસના અને સેવારુપી ધરીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે.
વધુ વાંચો ...
ઉપાસના મંદિર
બહાઈ ઉપાસના મંદિર સામુદાયિક જીવનનાં બે પરસ્પર સંબધિત તત્વો – ઉપાસના અને સેવા – ને એક સાથે લાવે છે. આ ઉપાસના મંદિર સર્વ ધર્મોનું એકત્વ અને એવી વિચારધારાનું પ્રતિક છે કે પરમેશ્વરના સંદેશવાહકો અને અવતારો અંતે એકજ વાસ્તવિકતાના દ્વાર છે.
વધુ વાંચો...