“હું તે આદિ-બિંદુ છું જેમાંથી સકળ સર્જિત ચીજોનું સર્જન થયું છે. હું પરમેશ્વરનું મુખારવિંદ છું જેનું તેજ ક્યારેય ધૂંધળાવી નથી શકાતું, હું પરમેશ્વરનો પ્રકાશ છું જેની કાંતિ ક્યારેય ઝાંખી નથી થતી.”
— બાબ
ઓગણીસમી સદીના મધ્યના દાયકાઓમાં – જે વિશ્વના ઈતિહાસના અત્યંત તોફાની સમયગાળો હતો – ઈરાનમાં એક યુવા વેપારીએ જાહેર કર્યું કે તે એક એવા સંદેશના ધારક હતા જે માનવજાતિના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો. તે સમયમાં ઈરાનમાં નૈતિક ભ્રષ્ટતા વ્યાપક હતી, એટલે એ યુવકના સંદેશાએ સમસ્ત સામાજિક વર્ગોમાં ઉત્સુકતા અને આશા જગાવી, અને હજારો લોકો તેમના અનુયાયી બન્યા. તેમણે પોતે એક નવું નામ ધારણ કર્યું – બાબ (એટલે 'દ્વાર').
આધ્યાત્મિક અને નૈતિક પુન:નિર્માણનું તેમનું આહ્વાન, અને સ્ત્રીઓ તથા ગરીબોની પરિસ્થિતિ સુધારવા પરના તેમના ભારને કારણે, સામાજિક પુનરૂદ્ધાર માટેનાં બાબનો સંદેશ ક્રાંતિકારી હતો. સાથે સાથે તેમણે એક નવા સ્વતંત્ર ધર્મની સ્થાપના કરી, અને તેમના અનુયાયીઓને તેમના જીવનમાં પરિવર્તિત લાવવાની તથા વિરતાપૂર્ણ મહાન કર્યો કરવાની પ્રેરણા આપી.
બાબે જાહેર કર્યું કે માનવજાતિ એક નૂતન યુગના ઉંબરે ઊભી હતી. તેમનું જીવનધ્યેય, જેની અવધિ માત્ર છ વર્ષની હતી, પરમેશ્વરના એક એવા અવતારના આગમન માટેનો માર્ગ તૈયાર કરવાનું હતું જે વિશ્વના સમસ્ત ધર્મોમાં આગાહી કરાયેલા શાંતિ અને ન્યાયના યુગની સ્થાપના કરશે – બહાઉલ્લાહ.
Exploring this topic:
The Life of the Báb
The Bábí Movement
The Shrine of the Báb
Quotations
Articles and Resources